વડોદરા ઉત્તર: પંડિત દીનદયાલ ઉપાધ્યાય ની જન્મજયંતિ નિમિત્તે આજવા રોડ વિસ્તાર માં VMC દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મહાનગરપાલિકાના મેયર પિન્કીબેન સોની,ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી,ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ,નેતા મનોજભાઈ પટેલ,દંડક શૈલેષભાઈ પાટીલ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા,સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા તેમજ કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.