અમીરગઢ: અમીરગઢ તાલુકામાં કમોસમી વરસાદના લીધે ખેડૂતના પાકને થયું નુકસાન,ખેડૂતે આપી પ્રતિક્રિયા.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વરસાદના લીધે ખેડૂતના પાકને થયું ભારે નુકસાન, ખેડૂતે આપી પ્રતિક્રિયા. આજે સાંજે 8:30 કલાક આસપાસ મળેલી વિગત પ્રમાણે અમીરગઢ તાલુકાના અમીરગઢ, ઇકબાલગઢ, વિરમપુર વિસ્તારમાં વરસાદ છે અને આ વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.મગફળી,મકાઈ અને બટાકા જેવા જે પાકો છે તેમાં ખેડૂતોને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.જ્યારે ખેડૂતો આગેવાની પ્રતિક્રિયા આપી અને સરકાર સર્વે કરી સહાય આપે તેવી પ્રતિક્રિયા આપી માંગ કરી હતી.