ખેડબ્રહ્મા: શહેરના લક્ષ્મીપુરા ચાર રસ્તા નજીકથી એક વ્યક્તિ દેશી દારૂ સાથે ઝડપાયો
આજે સાંજે 6 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શહેરના લક્ષ્મીપુરા ચાર રસ્તા નજીક એક ઈસમ ચાલતો આવી રહ્યો હતો તેના ઉપર શંકા જતા તપાસ કરતા ખિસ્સામાંથી પોલીથીન ની કોથળી પ્રવાહીથી ભરેલી મળી આવી હતી. ત્યારે તપાસ કરતા કોથળીમાંથી આશરે બે લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે ખેડબ્રહ્મા પોલીસે આરોપીને ઝડપી ગુનો નોંધી વધુ તપાસ ધરી હતી.