ગોધરા: કાલોલ કરાના મુવાડાના યુવકે ઝેરી દવા ગટગટાવી, ગોધરા સિવિલમાં ખસેડાયો
કાલોલ તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાલોલ તાલુકાના કરાના મુવાડા ગામના વતની હસમુખભાઈ રંગીતભાઈ ચૌહાણ નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હસમુખભાઈ ચૌહાણે પોતાના ગામમાં જ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. અને હસમુખભાઈને તાત્કાલિક સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.