ખંભાળિયા: જિલ્લાના પૂર્વ-સૈનિકોનું સંમેલન ખંભાળિયા ટાઉનહોલ ખાતે યોજાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતાં શહીદ સૈનિકોના આશ્રિતો પૂર્વ સૈનિકો/સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન તા.૨૧/૦૯/૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૯ વાગ્યે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ, ચાર રસ્તા, પોરબંદર રોડ, ખંભાળીયા ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાશે. આ સંમેલનમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારશ્રી તથા રાજ્ય સૈનિક બોર્ડ, ગુજરાત રાજ્ય તરફથી તેમને આપવામાં આવતી વિવિધ સહાયની જાણકારી આપવામાં આવશે.