વાવ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે વાવમાં 30થી વધુ શાળાઓમાં તિથિ ભોજન અપાયું
વાવ તાલુકામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે 30થી વધુ પ્રાથમિક શાળાઓમાં તિથી ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સમાજસેવા અને પરોપકારના ઉદ્દેશય સાથે યોજાયા હતા.આ કાર્યક્રમો અંતર્ગત વાવ તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું.જેમાં શાળાના બાળકો શિક્ષકો અને અનેક કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો..