રાણપુર: રાણપુરમાં બાવામીયા સરકારના ઉર્ષ નીમીતે જુલુસ કાઢવામાં આવ્યુ
Ranpur, Botad | Sep 17, 2025 બોટાદ જિલ્લા ના રાણપુર શહેર માં જુના લીંબડી રોડ ઉપર આવેલ સુફી સંત હજરત બાવામીયા સરકાર નો આજે ઉર્ષ હતો અને તેના અનુસંધાને મુસ્લીમ સમાજ દ્રારા ઘાંચી સમાજ ના હોલ પાસે થી મેઈન બજારો માં થઈ ને દરગાહ સુધી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ હતુ. આ જુલુસ માં ઠેર-ઠેર નીયાઝ વેચવામાં આવી હતી. જેનો તમામ ધર્મ ના લોકોએ બહોળો લાભ લિધો હતો.