ડભોઇ: ડભોઈમાં AAP ધારાસભ્ય ચેતન વસાવાનું ભવ્ય સ્વાગત
ડભોઈમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચેતન વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નાંદોદી ભાગોળ અને શિનોર ચોકડી ખાતે કાર્યકર્તાઓએ ફૂલહાર અને શાલથી સન્માન કર્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. "દેખો દેખો કોણ આયા, આદિવાસીઓ કા શેર આયા" ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સ્વાગત બાદ ડભોઈમાં આમ આદમી પાર્ટીની પકડ મજબૂત થતી દેખાઈ રહી છે.