હાલોલ: હાલોલના કણજરી ગામે ઘરની અંદર આવી ચડેલા ઝેરી કોબ્રા સાપનું સિદ્ધાંત જીવદયા ગ્રૂપની ટીમે રેસ્કયુ કર્યું હતુ
હાલોલના કણજરી ગામે તા.14 સપ્ટેમ્બર રવિવારના રોજ ઝેરી કોબ્રા સાપ ઘરમાં ઘૂસી જતા ત્યાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જોકે આ બાબતની જાણ સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રૂપની ટીમને કરતા ટીમના જવાનો પુનમભાઈ અને પિન્ટુભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી કોબ્રા સાપ નું રેસ્ક્યુ કરી સહિ સલામત રીતે પકડી જંગલ વિસ્તારમા છોડી મૂક્યો હોવાનુ જાણવા મળ્યું હતુ જેની માહિતી તા.14 સપ્ટેમ્બર રવિવારના રોજ રાત્રે 8 કલાકે પ્રાપ્ત થઇ હતી