અમીરગઢ: અમીરગઢ-આબુરોડ માર્ગો પર પર્યટક પર થયો હુમલો, અમીરગઢ નજીક માવલ રિકો ગ્રોથ સેન્ટર પાસે સર્વિસ રોડ પરની ઘટના.
ગુજરાતથી આબુરોડ ફરવા ગયેલ યાત્રિકો પર થયો હુમલો, લૂંટના ઈરાદે કરાયો હુમલો. આજે સાંજે 8:30 કલાક આસપાસ મળતી વિગત પ્રમાણે અમીરગઢ-આબુરોડ માર્ગ ઉપર માવલ રિકો ગ્રોથ સેન્ટર નજીક સર્વિસ રોડ પર ઉભેલા ત્રણ યુવકોને અજાણ્યા બાઈક પર આવેલ બે જેટલા લોકોએ લૂંટના ઈરાદે હુમલો કરી મોબાઈલ છીનવી લઈ ફરાર થયા હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે ઘટનામાં યુવકો ઉપર છરી વડે હુમલો થતા યુવકો ઘાયલ થયા હતા.જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ફરી હતી.