ગાંધીધામ: વોર્ડ 7માં મકાનમાં આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
ગાંધીધામના વોર્ડ 7 ખાતે આવેલ DBZ-138ના એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. પૂર્વ નગરસેવક કમલેશભાઈ પરિયાણીને જાણ થતાં જ તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર વિભાગના ઇન્ચાર્જ દીપકભાઈ ગરવાને સંપર્ક કર્યો હતો. સંપર્ક થતાં જ માત્ર 10 મિનિટમાં મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના દીપક ગરવા, કિરીટભાઈ ચુના, વિજય થોથીયા અને હિતેશ કુફલ સહિતની ટીમે સમયસર કામગીરી કરીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.