વિરમગામ: આંતર-જિલ્લા વાહન ચોર ઝડપાયો:હત્યા અને લૂંટ સહિત 8 ગુનામાં વોન્ટેડ, 2 બાઈક જપ્ત
આંતર-જિલ્લા વાહન ચોર ઝડપાયો:હત્યા અને લૂંટ સહિત 8 ગુનામાં વોન્ટેડ, 2 બાઈક જપ્ત વિરમગામ ટાઉન પોલીસે આંતર-જિલ્લામાં વાહન ચોરી કરનાર અને ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા એક રીઢા આરોપીને બે ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અને નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ.ગઢવીની ટીમે આ કાર્યવાહી કરી હતી