લીંબડી ના શિયાણી નજીક ભડિયાદ ગામથી ઇક્કો કાર સુરેન્દ્રનગર તરફ જઇ રહી હતી ત્યારે એકાએક રોડ પર પશુ આડુ ઉતરતા પુરપાટ ઝડપે જતી ઇક્કો કાર પશુ બચાવવા જતા એકદમ બ્રેક મારતા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ કારમાં ખાનગી કંપની માં જવા નીકળેલી 5 થી વધુ યુવતીઓ ને અકસ્માત માં નાની મોટી સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.