ગોધરા: જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ ની ઉપસ્થિતિમાં ખડકી હનુમાનજી મંદિર પરિસરમાં બેઠક યોજાઈ હતી
ખડકી ખાતે આવેલા હનુમાનજી મંદિર પરિસરમાં પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં ક્ષત્રિય કેળવણી મંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં આયોજિત થનારા વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં મંડળના સભ્યો, અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.