ધરમપુર: સ્ટેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા છુટા કરાયેલા કર્મચારીઓને પરત લેવા તા.પંચાયત અપક્ષ. સ. પ્રાંતને કચેરી ખાતે લેખિત રજૂઆત કરી
બુધવારના 1 કલાકે કરાયેલી લેખિત રજૂઆત ની વિગત મુજબ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આરટીપીસીઆર લેબના સ્ટાફ અને એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડ્રાઇવરોને ફરજ પરથી છુટા કરી દેવામાં આવ્યા હતા. જેઓને પરત લેવા માટે આજરોજ ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા સ્ટેટ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને પ્રાંત અધિકારીને લેખીત રજૂઆત કરી હતી.