વિજાપુર: વિજાપુર આગલોડ બુથ પર મતદાર યાદી ચકાસણી : ધારાસભ્યની મુલાકાત, SIR અભિયાનને વેગ
વિજાપુર તાલુકા ગ્રામ્ય બુથ મંડળમાં વિશેષ મતદાર યાદી સુધારણા અભિયાન–SIR અંતર્ગત ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાએ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. કોટડી, ગોવિંદપુરા, બિલિયા સહિતના વિસ્તારોમાં મતદારોના SIR ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. નવા મતદારોનો સમાવેશ થાય અને જરૂરી સુધારણા સમયસર થઈ રહે તે હેતુસર ધારાસભ્યએ સ્થળ પર મતદારો સાથે સીધી વાતચીત કરી આજરોજ રવિવારે બપોરે 12 કલાકે માર્ગદર્શન આપ્યું હતું