ચુડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં થી પસાર થતી બોટાદ બ્રાન્ચની નર્મદા માયનોર કેનાલની ચુડા વેજલકા LD1 કેનાલનુ નવા બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટર અધુરૂ કામ મુકી ચાલતી પકડી ગયા છે. અંદાજે 100 મિટર જેટલુ પડતું મુકાતા બાકી રહી ગયેલું બાંધકામ પુર્ણ કરવા મા આવે એ બાબતે મેહુલભાઇ ધરજીયા તથા આગેવાનો અને લોકો એ ચુડા મામલતદાર કચેરી ખાતે પહોંચી લેખિત રજૂઆત કરી છે