જામનગર: ખારા બેરાજા ખાતે જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો
જામનગર ખાતેના પી.એસ.આઈ. ડી એચ જાડેજા તથા ટીમ દ્વારા જામનગર જિલ્લાના ખારા બેરાજા ગામ ખાતે સ્થાનિક સરપંચ, ઉપસરપંચ તથા અન્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં દરીયાઈ માર્ગે સંભવિત વિવિધ આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવા, શંકાસ્પદ બોટ કે વ્યક્તિ સંદર્ભે જાગૃતતા કેળવવા, શંકાસ્પદ બિનવારસી વસ્તુઓ જેવી કે, કેફી પદાર્થો તથા એક્સ્પ્લોઝિવની હેરાફેરી અટકાવવા બાબતે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતુ.