શનિવારે પણ શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં રોડ રસ્તાઓની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. રાજ્ય સરકારના આદેશના પગલે બીજા દિવસે પણ શહેરના જુદા જુદા ઝોન વિસ્તારમાં રોડ રસ્તાઓની રીસર્ફેસિંગ અને પેચવર્કની કામગીરી હાથ હાથ ધરવામાં આવી હતી.જે કામગીરીનું નિરીક્ષણ જાતે ડેપ્યુટી કક્ષાના અધિકારીઓએ કર્યું હતું.