જામનગર: ખીજડીયા બાયપાસ પાસે જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે કેમ્પનું આયોજન કરાયું
નવરાત્રી દરમિયાન કચ્છમાં માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ જામનગર જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે અકસ્માતથી બચવા ખીજડીયા બાયપાસ પાસે સેફ્ટી જેકેટનું વિતરણ તથા રેડિયમ રિફ્લેકટર ટેપ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શ્રદ્ધાળુઓને તેઓની સલામતી વિશે સમજાવી તેમની સાથે રહેલ બેગ તથા લાકડીની પાછળ રેડિયમ પટ્ટી લગાવી રાત્રે થતા અકસ્માતો નિવારવાનું કાર્ય હાથ ધરાયું હતું.