આજે તારીખ 17/11/2025 સોમવારના રોજ સાંજે 5.30 કલાકે મળતી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા સિંગવડ ખાતે તાલુકા કક્ષાએ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ કાર્યરત પદાધિકારીઓને માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા સમાજ સેવા, જાહેર હિતનાં કાર્યો અને નાગરિક હકોની જાળવણી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી બજાવનાર પદાધિકારીઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું.