તળાજા: ટાઢાવડ ગામે જુગાર પર તળાજા પોલીસનો દરોડો, 7 જુગારીઓ ઝડપાયા
તળાજા તાલુકાના ટાઢાવડ ગામે તળાવ તરફ જતા રસ્તા પર ખુલ્લી જાહેર જગ્યામાં ચાલતા જુગારધામ પર તળાજા પોલીસે સફળ દરોડો પાડી સાત ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસ ફરિયાદ મુજબ, તળાજા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ટાઢાવડ ગામે તળાવ તરફ જતા રસ્તા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો પૈસા અને ગંજીપત્તાના પાનાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસે પંચ સાક્ષીઓ સાથે સ્થળ પર કોર્ડન કરી