અંકલેશ્વરના ડબ્બા ટ્રેડિંગ અને જુગાર ધામ કેસમાં વોન્ટેડ સાડોવાયેલા ઇસમને પકડી પાડી અંકલેશ્વર પોલીસની સોંપવામાં આવેલ
Gondal City, Rajkot | Oct 17, 2025
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી સોના આઇસ ફેક્ટરીની ઓફિસમાં શેર બજારના ડબ્બા ટ્રેડિંગ અને જુગારધામ ઝડપાવાના મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીને ગોંડલથી ઝડપી પાડવામાં આવ્યો છે.તપાસમાં સેબીની જાણ બહાર ગેરકાયદેસર રીતે 9 કરોડ રૂપિયાના શેરનું ટ્રાન્ઝેક્શન કરીને ટેક્સ ચોરી અને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલામાં પોલીસે પાંચ ઇસમો પાસેથી લક્ઝુરિયસ કાર સહિત કુલ 30.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો