બોટાદ LCB પોલીસે લાઠીદડ ગામ પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે ઈસમને ઝડપી પાડ્યો
Botad City, Botad | Sep 17, 2025
બોટાદ LCB પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે લાઠીદડ ગામે તાજપર જવાના રોડ ઉપર કેનાલ પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ત્રણ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો પોલીસે 3,900 ની કિંમતની દારૂની ત્રણ બોટલો સાથે વિરમદેવસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ને ઝડપી લઈ તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરેલ છે.