તળાજા: તળાજા નજીક આશાપુરા હોટલ પાસે અકસ્માત: પાર્ક બસ પાછળ બાઈક ઘૂસતાં એકનું મોત
મળતી માહિતી મુજબ એક ખાનગી બસ રસ્તા કિનારે પાર્ક કરેલી હતી, ત્યારે પાછળથી આવી રહેલી બાઈક અચાનક બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ ચીમનભાઈ રણછોડભાઈ, ગામ જુના શોભાવડ તરીકે થઈ છે. બનાવની જાણ થતાં જ 112 ઈમરજન્સી પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જર