માતર: ત્રાજ ખાતે બે પડોશી વચ્ચે પાણી ઢોળવા બાબતે થયેલી તકરારમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
Matar, Kheda | Oct 28, 2025 માતર ના ત્રાજ ખાતે પાણી ઢોળવા બાબતે થયેલી તકરાર માં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.મળતી વિગતો અનુસાર માતાના ત્રાજમાં રહેતા રાનુબેન ગોસાઈ 25 ઓક્ટોબરના પોતાના પતિ સાથે ઘરે હાજર હતા તે દરમિયાન સામે રહેતા સંજયભાઈ ઉર્ફેટીકો ચૌહાણ તેમના પત્ની અને માતા આવી પહોંચ્યા હતા અને વાસણ ધોયું પાણી ઢોળવા બાબતે અપશબ્દ બોલી માર મારવા લાગ્યા હતા એટલું જ નહીં પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો માતર પોલીસ મથકે પહોંચ્યો હતો.