નડિયાદ: કોંગ્રેસે સરદાર પટેલ સાથે 41 વર્ષ અન્યાય કર્યો, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લાની મુલાકાતે હતા ત્યારે તેઓએ નડિયાદ ખાતે મંચ પર પ્રવચન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે સરદાર પટેલ સાથે 41 વર્ષ સુધી અન્યાય કરી તેમને ભારત રત્ન એવોર્ડ નહીં આપ્યો હોવાનું જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.