ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)- જામનગર દ્વારા જીઆઇડીસી ખાતે અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં નિયમિત રીતે સ્થળ મુલાકાતો લેવામાં આવે છે. આ તપાસ દરમિયાન અનેક એકમો દ્વારા ઔદ્યોગિક ગંદા પાણીનો નિકાલ સીધો જીઆઇડીસી ગટરમાં કે બહાર ખુલ્લામાં કરાતો હોવાનું સામે આવ્યું છે. તેમજ ઘણા યુનિટો બોર્ડની જરૂરી મંજુરી વગર કાર્યરત હોવાને લીધે, તેઓ સામે તાત્કાલિક રૂપે એકમ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.