વઢવાણ: ભૂલથી RTGS થયેલ રૂપિયા 4 લાખ પરત આપવાની ના પાડતા પિતા પુત્રને એ ડિવિઝન પોલીસે મહારાષ્ટ્રમાંથી ઝડપી લીધા
સુરેન્દ્રનગરમાં રહેતા વ્યક્તિ દ્વારા રૂપિયા 4 લાખ ભૂલથી RTGS અન્ય વ્યક્તિના ખાતામાં થઈ ગયા હતા જે વ્યક્તિ મહારાષ્ટ્ર માં રહેતા હતા અને ભૂલથી RTGS થયેલ રકમ પરત આપવા આનાકાની કરતા હતા જે અંગે એ ડિવિઝન પોલીસને જાણ થતાં એ ડિવિઝન પોલીસે મહારાષ્ટ્ર ના સાંઈબાબા નગરમાંથી હિતેષભાઇ પ્રમોદભાઈ દોશી અને તેના પુત્ર તીર્થ ને રોકડ રકમ રૂપિયા 4 લાખ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.