શહેરા: શહેરા તાલુકાના લાભી ગામના આગેવાનો અને ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
તાજેતરમાં પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકાના વોર્ડ સીમાંકનના પાલિકાની આસપાસ આવેલા ૭ જેટલી ગ્રામ પંચાયતોનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે,ત્યારે ૭ ગ્રામ પંચાયતો પૈકીની વરિયાલ અને લાભી ગ્રામ પંચાયતનો નગરપાલિકામાં સમાવેશ ન કરવા બાબતે ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા શહેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.