ગોંડલ તાલુકાના ઐતિહાસિક યાત્રાધામ ઘોઘાવદર ખાતે આવેલ દાસી જીવણ સાહેબની જગ્યામાં અનુસૂચિત જાતિ સમાજના વિવિધ સંગઠનો અને રાજકીય-બિનરાજકીય આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એટ્રોસિટીના કેસોમાં સમાધાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.