મોટા મહાદેવ મંદિરના પ્રાંગણમાં ડૉ. લંકેશબાપુના વ્યાસપીઠપદે ભવ્ય 'શિવકથા' યોજાશે. આયોજકોએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર કાર્યક્રમની વિગતવાર માહિતી આપી.ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આગામી જાન્યુઆરી માસમાં શિવભક્તિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે. શહેરના પેટલાદ રોડ ફાટક પાસે સ્થિત અતિ પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન મોટા મહાદેવ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કથાકાર ડો. લંકેશબાપુના શ્રીમુખે ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે.