તળાજા: તળાજામાં 11 વર્ષ જૂના એટ્રોસિટી કેસમાં નવો વળાંક: તત્કાલીન PSI અને રાઇટર સામે ક્રિમિનલ કેસ નોંધવાનો કોર્ટનો આદેશ
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં 11 વર્ષ જૂના એટ્રોસિટી કેસમાં મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે. તળાજા કોર્ટે તત્કાલીન પોલીસ અધિકારીઓ સામે ફરિયાદનો અંશતઃ સ્વીકાર કરીને ક્રિમિનલ કેસ રજિસ્ટર નોંધવાનો આદેશ આપતા પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, તળાજાની રોયલ ચોકડી ખાતે પાન-માવા અને ઠંડા પીણાનો વ્યવસાય કરતા તેમજ નિવૃત્ત પોલીસ જમાદારના પુત્ર ઘનશ્યામસિંહ ચંદુભા સરવૈયા વિરુદ્ધ તા. 18 એપ્રિલ, 2015ના રોજ એક મહિલાના નામે એટ્રોસિટી એક્ટ