ચુડા: ચુડા ના વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું અંદાજિત
રૂ 30 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયુ
ચુડા પંથકમાં કમોસમી વરસાદ થી ધોવાણ થયેલા માર્ગોના નવીનીકરણ માટે ધારાસભ્ય કિરિટસિંહ રાણા એ સરકારમાં કરેલી રજુઆતથી અંદાજે 30.34 કરોડના ખર્ચે આ માર્ગોના સમારકામ અને નવિનીકરણ માટે ત્વરિત પગલાં લેવાયા છે. વનાળા, કંથારીયા, છલાળા, જોબાળા અને નાગણેશ ગામોને જોડતા મુખ્ય માર્ગનું નવીનીકરણ કરાઇ રહ્યું છે.હવે રસ્તો નવો થતાં ઉપરોક્ત ગામોના રહીશોને પરિવહનમાં મોટી સરળતા રહેશે. ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોને ઝડપથી અને સરળતાથી બજાર સુધી પહોંચાડી શકશે.