ધરણીધર તાલુકાના ચોથાનેસડા ગામે નર્મદા કેનાલ નું સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં ભારે રોસ જોવા મળ્યો છે. જોકે પાણી માટે અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી .જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોથાનેસડા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી છે.