લીંબડી પો.સ્ટેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને વિનુભાઇ કાળુભાઇ ચોસલા ઇંગ્લિશ દારૂનો છુટક વેપલો કરતો હોવાની બાતમી મળતા પોલીસે ભોગાવો નદી કાંઠે તેની જગ્યાએ દરોડો પાડ્યો હતો પોલીસને તપાસ દરમિયાન ઇંગ્લિશ દારૂની 700 ML ની બોટલો નંગ 9 તથા ચપલા નં 60 એમ કુલ મુદામાલ મળી રૂ. 24200 નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી જ્યારે આરોપી વિનુભાઇ ચોસલા ભરવાડ સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે