બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાને બાતમી મળી હતી કે ધીરજ પ્રેમજી ઘેડા (રહે. ગણેશનગર) પોતાના સાગરીત સાથે સ્વિફ્ટ ડિઝાયર અને ઇનોવા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કાસેઝ ઝોન તરફ આવી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવી બંને કારને રોકાવતા ચાલકો કાર મૂકીને બાવળની ઝાડીમાં નાસી ગયા હતા. પોલીસે બંને કારમાંથી ₹14,82,000ની કુલ 960 બોટલ વિદેશી દારૂ અને બે કાર મળીને ₹20,82,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.