નાંદોદ: નર્મદા જિલ્લા કલેક્ટર SK મોદીની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા પખવાડીયાની ઉજવણી સંદર્ભે રાજપીપળા ખાતે બેઠક મળી
Nandod, Narmada | Sep 16, 2025 નાગરિકો દ્વારા યોગ શિબિર, સ્વચ્છતા ઝુંબેશ, ક્વિઝ કોમ્પિટિશન, પેન્ટિંગ રંગરોગાન દીવાલોની ઉપર સ્વચ્છતા અંગે ભીતચિત્ર, સાયકલ રેલી,માનવ સાંકળ,શ્રમદાન,સાફ-સફાઈ માટે એક કલાક શ્રમદાન કરવા પણ નાગરિકો અને લોકોને અપીલ કરાઈ હતી. શેરી નાટક દ્વારા લોક જાગૃતિ સંદેશ, સ્વચ્છતા અંગે પરિસંવાદ અને સ્વચ્છતા અભિયાન દરમિયાન દિવસ અને રાત્રી સફાઈ દિવસમાં બે વાર કરવા જણાવ્યું હતું. આમ સમગ્ર પખવાડીયા દરમિયાન સ્વચ્છતા અને સાફ-સફાઈ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.