બોરસદ: બોરસદ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વંદે માતરમ્ રાષ્ટ્રીય ગીતના ૧૫૦ વર્ષની ઉજવણી
Borsad, Anand | Nov 7, 2025 ભારતનું રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ" વર્ષ ૧૮૭૫માં રચાયાના ગૌરવવંતા ૧૫૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે આણંદ જિલ્લામાં બોરસદ તાલુકાના જે.ડી. પટેલ હાઈસ્કૂલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બોરસદ પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ,જે ડી પટેલ કોલેજના ટ્રસ્ટી શ્રી સચિનભાઈ પટેલ , આચાર્ય શ્રી જીતેન્દ્ર ભાઈ તલાટી,શાળાના શિક્ષક ગણ સહિત વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ------