જામનગરમાં જડેશ્વર પાર્ક મેઇન ચોકમાં રામાપીરના મંદિર સામે જાહેરમાં કેટલીક મહિલાઓ એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે તારીખ 24 11 2025 ના રોજ અંદાજે બપોર બાદ સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે મહિલા પોલીસને સાથે રાખીને દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન 7 જેટલી મહિલાઓ ગંજી પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતાં મળી આવી હતી ત્યારે પોલીસે 12,760ની રોકડ રકમ અને જુગારની સામગ્રી કબજે કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી