ચુડા: ચુડા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ચુડા સતવારા સમાજની વાડી ખાતે યોજાયો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ચુડા શહેરમાં આવેલી સતવારા સમાજની વાડી ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચુડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થી પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલન અને ડેરી સાથે જોડાયેલા લાભાર્થીઓ તથા ગ્રામજનો અને આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મદદનીશ ખેતી નિયામક એચડી વણકરે પ્રતિક્રિયા આપી હતી. તનકસિંહ રાણા, જયદિપ સિંહ ઝાલા, માનસંગભાઇ મસાણી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.