નાંદોદ: રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડૉ.જયરામ ગામીતની ઉપસ્થિતિમાં સાઈકલોથોનનો પ્રારંભ.
Nandod, Narmada | Nov 16, 2025 સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતા નગરના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાઈકલોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની રહી છે.