હાલોલ: હાલોલ તાલુકાના ગજાપુરા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાથી અજાણ્યો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી
હાલોલના ગજાપુરા ગામ પાસે નર્મદાની કેનાલમાથી આજે રવિવારે બપોરના સમયે એક અજાણ્યો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.સ્થાનિકોને લાશ દેખાતાં તરતજ હાલોલ રૂરલ પોલીસને જાણ કરી હતી.જોકે માહિતી મળતા પોલીસ સાથે હાલોલ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હાલોલ ફાયરની ટીમે તેને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.હાલોલ રૂરલ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની શોધખોળ શરૂ કરવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે