રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) તથા સરહદ ડેરીના સહયોગથી કચ્છ જિલ્લામાં જૂન–૨૦૨૨થી બન્ની પશુ ઓલાદ સુધારણા (પેડીગ્રી સિલેકશન પ્રોગ્રામ) સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બન્ની ભેસમાં કૃત્રિમ બીજદાનનો વ્યાપ વધારવો તેમજ ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા શ્રેષ્ઠ બન્ની નસ્લના પાડા–પાડીનું ઉત્પાદન કરવાનો છે.