જાંબુઘોડા: જાંબુઘોડામાં ઓપરેશન સિંદૂરની થીમ પર દેશભક્તિના રંગે રંગાયા ગરબા,જિલ્લા ભાજપ પ્રમુખ મયકકુમાર દેસાઈ ઉપસ્થિત રહ્યા
જાંબુઘોડા ખાતે નવરાત્રિના પર્વ નિમિત્તે ‘ઓપરેશન સિંદૂરની દેશભક્તિપૂર્ણ થીમ પર ગરબાનુ ભવ્ય આયોજન તા.28 સપ્ટેમ્બર રવિવારના રોજ રાત્રે 10 કલાકે કરાયુ હતુ આ આયોજનમાં ખેલૈયાઓ અને સ્થાનિક નેતાઓ ઉત્સાહભેર જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ દેશપ્રેમના રંગે રંગાયું હતુ કાર્યક્રમમા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, કેતુબેન દેસાઈ,જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.