સલાબતપુરા પોલીસે માહિતીના આધારે રવિવારે ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં આવેલ ઘર નંબર 148 માં છાપો માર્યો હતો.જ્યાંથી નશાકારક શિરપની કોનેક્સ ટી ની 230 બોટલો ઝડપી પાડી હતી.પોલીસે આરોપી અનવર ઉર્ફે વાયરમેન ઈબ્રાહિમખાન ની ધરપકડ કરી હતી.જ્યાં 23690 ની મત્તા નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપી શિરપ નો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.