વઢવાણ: સુરેન્દ્રનગર બાર એસોસિએશનની ચૂંટણી ને લઈને પ્રથમ દિવસે 4 ફોર્મ ઉપડ્યા
સુરેન્દ્રનગર બાર એસોસિએશનની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે ફોર્મ ઉપાડવાના પ્રથમ દિવસે એટલે કે 1 ડિસેમ્બર ના રોજ પ્રમુખ માટે 2 સેક્રેટરી માટે 1 અને જોઇન્ટ સેક્રેટરી માટે 1 એમ કુલ 4 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. ફોર્મ ભરી પરત કરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર છે ત્યાર બાદ 8 તારીખે ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે.