હાલોલ: પાવાગઢ મહાકાલી મંદિર ખાતે આઠમ નિમિત્તે હોમ હવન યોજાયો, જીલ્લા એસપી ,કલેકટર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાલી મંદિર ખાતે આજે મંગળવારના રોજ હોમ હવન કાર્યક્રમ યોજાયો હતો.જેમા જીલ્લા પોલીસ વડા,કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ મંદિર પ્રશાસનના સભ્યો શાસ્ત્રોકત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે હવન શરુ થયો હતો.અને શ્રીફળ હોમીને આહુતિ આપવામા આવી હતી. આઠમ હોવાથી પણ મહાકાલી માતાજીના દર્શને ભાવિકોનુ ઘોડાપુર સવારથી ઉમટી પડ્યુ હતુ.માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી