કાલાવાડ: ટોડા અને મોરબી જીલ્લામાંથી કેબલ વાયરની ચોરી કરનાર ૬ પકડાયા
જામનગર જિલ્લાના કાલાવડના ટોડા ગામેથી કેબલ વાયરની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચોક્કસ હકીકતના આધારે તપાસ બાદ ગુનામાં સંડોવાયેલ ૬ ઈસમોને મુદામાલ સાથે ઝડપી લીધા. મોરબી જિલ્લામાં પણ થયેલ કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો.