વાગરા: નાંદીડા ગામની સીમમાં ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું, ખાણખનીજ વિભાગે હિટાચી મશીન જપ્ત કર્યું
Vagra, Bharuch | Apr 18, 2025 ભરૂચ ભૂસ્તરશાસ્ત્રીને બિનઅધિકૃત માટી ખનનની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ અન્વયે શુક્રવારની રાત્રીએ ભુસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજનાં બિનઅધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી વાગરા તાલુકાના નાંદીડા ગામની સીમમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતું હિટાચી મશીન કબ્જે લઈ વાગરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાર્યવાહી હાથ ધરી હતી.